Advertisement



ગીત કોને જઈ સંભળાવું! | geet kone jai sambhlavu | poetry by - Nikunj Kukadiya #stayhome


ગીત કોને જઈ સંભળાવું!
 સહુની પીડા અલગ અલગ, હું સાથે ક્યાંથી લાવું ?

મારી પાસે મારાં દુઃખ ને તારી પાસે તારાં,
તોય જુઓને બેઉ આંખનાં આંસુ લાગે ખારાં,
ખોટેખોટા કૈંક દિલાસા આપીને સમજાવું,
 ગીત કોને જઈ સંભળાવું? 

આમ જુઓ તો પીડા સહુની એકસરીખી લાગે,
કેવળ આ જ ફરક છે એ બસ વધતી-ઓછી વાગે,
પીડાનાં આ ચક્કરમાંથી ક્યાંથી વ્હારે આવું રે...
ગીત કોને જઈ સંભળાવું?





Who should go and listen to the song?
Sahu's pain is different, where can I bring it together?

I have my sorrow and you have yours,
Look at the tears in both eyes,
Explain the wrong kaink consolation,
  Who should go and listen to the song?

If you look at it this way, the pain seems to be the same,
The only difference is that the bus is increasing and decreasing,
Where does this cycle of pain come from?
Who should go and listen to the song?