Advertisement



" મોજ કોઈની મોહતાજ નથી " | Moj Koini Mohtaj Nathi | moj ma revu | Dashard

 


" મોજ કોઈની મોહતાજ નથી "

મોજ તો મોજ છે કોઈના સરની એ સરતાજ નથી
ઉપાધી તો રોજ છે આ મોજ કોઈની મોહતાજ નથી...

લાખો દિલ લુટાય છે અને હજારોમાં છુટા થાય છે
પણ આ ઘાયલોની મોજ કોઈની મોહતાજ નથી....

નથી બનવું શાહજહાં અહીં કોઈ મુમતાઝ નથી
આ ખાલી ઝુંપડી ની મોજ કોઈની મોહતાજ નથી...

હજારો લાખો મુર્તિઓ ખોડાઈ બેઠી છે દરવાજે
પણ પાળિયો બનવાની મોજ કોઈની મોહતાજ નથી..

કોઈ સાંકળે બંધાયા કોઈ જવાબદારી માં અટવાયા
લુખ્ખી રખડપટ્ટીની મોજ કોઈની મોહતાજ નથી.

ન કોઈ ઘર ન કોઈ કપડાં એવા ઘણા મળશે રસ્તા પર
અલગારી ફકીરી ની મોજ કોઈની મોહતાજ નથી..

ન બોલાયેલું રહી જાય અને બોલાયેલું ભુલાય જાય
" દાશાર્દ " આ શબ્દો ની મોજ કોઈની મોહતાજ નથી..
-દાશાર્દ©