Hari-Ichhanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil" |
હરિ-ઇચ્છાનું ગીત
હરિ કરે તે ખરું
આપણે કેવળ કામ એટલું કામ કરી દો શરૂ
હરિહાથની ઇચ્છામાં છે સહુની ઇચ્છાદોરી
ઇચ્છે ત્યારે એ કરવાનો એને આઘી-ઓરી
એની મરજી મુજબ અહીંયાં શ્વાસ હવાથી ભરું
હરિ કરે તે ખરું
સહુને સહુના ગજા મુજબની હરિ આપતા સફર
હરિ લખે છે હથેળિયુંમાં અક્ષર પાડ્યા વગર
કોઈને ખાલી ઘડો મળે તો કોઈને સોના-ચરુ
હરિ કરે તે ખરું
Hari-Ichhanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"