જિંદગી બસ હવે, તારી સાથે લડી લેવું છે !
ભલે તું સાવજ હો, એક વાર અડી લેવું છે.
નત મસ્તક થઈ,નથી રહેવું આયખું આખું !
આંખમાં આંખ નાખી ને, ચડભડી લેવું છે.
તારી તાકાત હોય એટલી અજમાવ, તું !
મુક્ત પંખી બની ને ગગનમાં ઉડી લેવું છે.
મુઠ્ઠીભર હાડકામાં સંકલ્પ શક્તિ અપાર છે !
વિધાતાની સામે પડી, ભાગ્ય ને ઘડી લેવું છે.
મારા થી જુદા પડી ને,નહિ જીવી શકે તું.!
ઓ કષ્ટ,તને મારા મસ્તક પર,જડી લેવું છે.
એમ આસાનીથી મૃત્યુને માત નથી આપવી !
બેશક, જીવન ! એની સામે, પડીને લેવું છે.
વિનોદ સોલંકી ' મિત્ર ' ૦૭.૦૮.૨૦૨૧
Life is just now, I have to fight with you! Even if you are careful,
you have to take it once. Nata Mastak, not to stay all the time! Eye to
eye, climbing is to be done. Try as much as you can, you! Become a free
bird and fly in the sky. In a handful of bones, the power of
determination is immense! Falling in front of the law, fate has to be
shaped. You can't live separated from me. Oh pain, you want to hang on
my head. It is not easy to defeat death! Of course, life! On the other
hand, you have to fall down and take it. Vinod Solanki 'Mitra'
07.08.2021