લખતા લખતા આજે તારી યાદ આવી ગઈ
અને મારી કલમ ત્યા જ થંભી ગઈ.
એ યાદોનું પુર આજે ફરી રડાવી ગયું
અને તારી સ્મિતમાં આજે ફરીથી ખોવાઈ ગઈ.
સંજોગોના અભાવે નહોતા મળી શક્યા એ વાતનો અફસોસ આજે ફરીથી થયો.
મારા પ્રેમનો દરિયો આજે ફરીથી ઉભરાય ગયો.
આંખો બંધ કરતા જ તારી સ્મૃતિ દેખાય ગઈ
અને હોઠો પર ફરીથી તારું જ નામ આવી ગયું.
જીંદગીની આ દોડધામમાં આજે આ ઘડી પણ થંભી ગઈ.
કયારેક સમય મળે તો પુછી તો જોજે કે, કેટલો જોઈએ છે સાથ તારો,
હું પણ કહેવા આતુર રહીશ કે તારા છેલ્લાં શ્વાસ સુધીનો......
-Mansi mangroliya