Advertisement



ગુજરાતમાં રહેવા માટે સૌથી સારું શહેર કયું છે? Which is the best city to live in Gujarat?

 



આ જવાબ કદાચ હું સારી રીતે આપી શકીશ કેમ કે મારી ૩૩ વર્ષ ની જીંદગી માં રાજકોટ, ભાવનગર, ગોંડલ, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, અને સુરત માં રહ્યો છું હું


૨૦૦૮ માં એક સરકારી નોકરી માં મારું પોસ્ટિંગ સુરત થયું ને હું અહી આવ્યો અને તરત મને આ શહેર થી પ્રેમ થઈ ગયો…. કારણ


૧. બિન્દાસ સુરતી મિજાજ- અહી તમને ૫૦ લાખની ગાડી રોડ પર પાર્ક કરી ને ફૂટપાથ પર ખાવાનુ ખાતા લોકો ઘણા જોવા મળશે… જીવી લેવાની આ ટેવ કોઈ સિટી માં આટલી નથી જોઈ


૨. પૈસા ની રેલમ- છેલ અને અઢળક તકો - કેહવાય છે કે સુરત તને તારી લાયકાત કરતાં ઘણું વધારે કમાઈ ને આપે અહી કચરા ઉપાડવા વાળો પણ ૧૫૦૦૦ મહિને લઈ ને જાય.


૩. ગમતી લાઇફ સ્ટાઇલ પ્રમાણે રેહવાનો એરિયા પસંદ કરો અને એ મુજબ જીવો. - જો કાઠિયાવાડી છો તો વરાછા કે કતારગામ માં રહો તમને સૌરાષ્ટ્ર ની યાદ નહિ આવે


૪. સુરતી જમણ = આટલી વેરાયટી અને આવો સ્વાદ અને ખાવાની આટલી મોટી વેરાયટી સુરત સિવાય દુનિયા માં કોઈ જગ્યા શક્ય જ નથી , હેવન ફોર ફૂડીઝ


૫. દરેક નાત જાત અને ઓલમોસ્ટ દરેક રાજ્ય ના લોકો સાથે નું કલચરલ વેરાયટી વાળું સિટી સુરત સિવાય ભાગ્યે જ બીજું હશે ગુજરાત માં



I can answer this well because in my 33 years of life I have lived in Rajkot, Bhavnagar, Gondal, Vadodara, Gandhinagar, Ahmedabad, Kheda, and Surat.


In 2008 I was posted in a government job in Surat and I came here and instantly fell in love with this city. the reason


1. Bindas Surti Mijaj- Here you will find many people parking their 50 lakh cars on the road and eating on the footpath... This habit of living has not been seen in any city.


2. Realm of money - last and many opportunities - it is said that Surat will earn you much more than you deserve, even a garbage collector here takes away 15000 a month.


3. Choose the living area according to your preferred life style and live accordingly. - If you are from Kathiawadi, stay in Varachha or Katargam, you will not miss Saurashtra


4. Surati Jaman = Such variety and such taste and such a large variety of food is not possible in any place in the world except Surat, a heaven for foodies.


5. With people from every caste and almost every state, there is hardly any city in Gujarat other than Surat that has such cultural diversity.