સૌને વરસાદ મુબારક.......
દળ કટક લઈ ઉતર્યા વાદળ ઘણાં વરસાદમાં,
માણસો લઈને ફરે, શસ્ત્ર વામણા વરસાદમાં;
જોઈને દબદબો શેકાતી મકાઈનો, સંકોચથી-
કોથળે ગયા સંતાઈ આ સિંગ ચણા,વરસાદમાં;
શ્હેર આખુંય સંતાઈને જોયાં કરે બંધ બારણે,
ભીંજાય છડેચોક કોણ બે જણા વરસાદમાં;
થઈ ગઈ વરાળ, આ વાછટ અડતાંવેંત અંગને,
સળગી ઉઠયા છે બદનમાં તાપણા, વરસાદમાં;
ભડકે બળે વસ્તી બધી આ ભીંજવતી આગમાં,
ખોટી પડે બધાની, બધીય ધારણા વરસાદમાં;
મોજ માણો આ ઋતુની, તમે ટીવીના સ્ક્રીન પર,
આપણા ભાગે અમિત, સંભારણા વરસાદમાં;
અમિત સોલંકી
Happy rain to all.......
Clouds descended in lots of rains with Cuttack,
Men carry weapons in rain;
Seeing the burning corns, with hesitation-
These horns went hiding in the sack, in the rain;
The whole city hiding and watching at the closed door,
Who two people get wet in the rain;
Steam has been done, this vaghat touches the body,
The heat has burnt in the body, in the rain;
All the population burns in this wet fire,
Everyone goes wrong, all assumptions in rain;
Enjoy this season, you on the TV screen,
Amit in our part, memorial rain;
Amit Solanki