બહુ સારું લાગે છે.
સંતાનો નો પ્રતિભાવ:-
નાનપણમાં જેમને ચાંદામામા ના નામના કોળિયા ભરાવ્યા,
આજે એ મને મમ્મી તું ખાઈ જો, સરસ છે એમ કહે છે,અને પોતાના કોળિયા માંથી કોળિયો ભરાવે છે....
બહુ સારું લાગે છે
નાનકડી પીઠ પરથી દફતર નો બોજો હું ઉપાડતી,
આજે મારા હાથમાંથી વજન ઉપાડી લે છે,
બહુ સારું લાગે છે
જેમના આંગળા પકડીને અક્ષરો સાથે ઓળખાણ કરાવી દીધી,
આજે તેઓ નવી ટેકનોલોજી સાથે મારી ઓળખાણ કરાવે છે....
બહુ સારું લાગે છે
જેમને હાથ પકડીને રસ્તા ઓળંગાવ્યા,
આજે તેઓ હાથ પકડીને મને રસ્તો ક્રોસ કરાવે છે,
હાથો ની અદલાબદલી ક્યારે થઈ,
કઈ ખબર જ ન પડી
પણ.....
બહુ સારું લાગે છે
ચાલતી વખતે ઠેકડા મારતી નહિ એવું કહેનારી હું...
અને આજે, મમ્મી ધીરે, આગળ ખાડો છે કહેનારા એ..
આટલો પ્રવાસ ક્યારે થયો ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
રિક્ષામાં જતી વખતે એમને અંદર તરફ બેસાડનાર હું...
આજે ક્યારે જગ્યાઓ બદલાઈ ગઈ , કંઈ ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
ટ્રાય કરી જો ,તને શીખવાડ્યું છે એવું કહેનારી હું અને આજે
Easy છે એકવાર શીખશે ને તો તને આવડી જશે કહેનારા એ...
કેટલું મજ્જાનું છે બધું..
બહુ સારું લાગે છે
જેમની સાથે બાળગીતો ગાયા,
તેઓ આજે જ્યારે કહે કે મમ્મી સાંભળ્યું કે આ ગીત? , બીટ્સ ગમશે તને...
બહુ સારું લાગે છે
નાનપણમાં એમની હઠ કેવી રીતે રોંગ છે એ સમજાવનાર હું,
આજે
આજે મારો મત કેવો રોંગ છે એ મારું મન ન દુઃખાવતા
સમજાવવાનો પ્રયત્ન કરનાર એ.....
કેટલું અભિમાન લાગે
અને
બહુ સારું લાગે
છોકરાઓ ઘરમાં ન દેખાય તો ચિંતા કરનાર પપ્પા,
અને હજી પપ્પા આવ્યા નથી કહી ચિંતા વ્યક્ત કરનાર એ....
ભૂમિકાઓ ક્યારે બદલાઈ ખબર જ ન પડી પણ...
બહુ સારું લાગે છે
ગળામાં પડનાર નાનકડા હાથ
ક્યારે ગંભીર આધાર દેનાર બન્યા ખબર જ ન પડી
પણ બહુ સારું લાગે છે
અજાણતા સંસ્કાર અપાયા,
અજાણતા ભૂમિકાઓ બદલાઈ,
અજાણતા એમનામાં એક પ્રેમાળ માતા, પિતા આકાર લેવા માંડ્યા...
ખૂબ ધન્યતા અનુભવાય છે.બહુ સારું લાગે છે.
Dedicated to all children... 





It feels so good.
Response of children:-
In childhood, those who were filled with Kodiya in the name of Chandama,
Today she says to me mom eat, it is nice, and fills pudding from her pumpkin....
Feeling very good
I used to carry the burden of office from small back,
Lifting weight off my hands today,
Feeling very good
Whose fingers were introduced with letters,
Today they introduce me to new technology....
Feeling very good
Those who crossed the road by holding hands,
Today they hold hands and make me cross the road,
When did the exchange of hands happen,
Didn't know anything
But.....
Feeling very good
I am the one who says that don't joke while walking...
And today, those who say mom is slowly, ahead is a pit..
Didn't know when so much of travel took place
But it feels so good
I am the one who made them sit inside while going in rickshaw...
When did places change today, didn't know anything
But it feels so good
Try it, I am saying that I have taught you and today
It's easy if you learn once then you will learn...
Everything is so much fun..
Feeling very good
With whom child songs were sung,
They today when they say mom heard this song? , you'll love the beats...
Feeling very good
I am the one who explained how his stubbornness is in childhood,
Today
Today my opinion is what kind of wrong do not hurt my heart
The one who tries to explain.....
How much arrogance do you feel
And
Feels very good
Father who worries if the boys are not seen in the house,
And the one who expressed concern saying father has not come yet....
Didn't know when the roles changed but...
Feeling very good
The little hands that fall in the neck
Didn't know when he became a serious supporter
But it feels so good
Unknowingly sacrament was given,
Unknown roles changed,
Unknowingly among them a loving mother, father started to take shape...
Feeling so blessed. It feels so good.
Dedicated to all children... 




