Advertisement



બાળપણની તાજી યાદો | ballan ni taji yado | words of Samarpan


બાળપણની તાજી યાદો...✍✍👇👇👇

નાના નાના બાળક થઈને 'મા' ના ખોળે રમતા,
ચૂરમુ માવડી હાથે ચોળેલુ પેટ ભરીને જમતા.

તારું મારું કરી સહિયારું મોજ મજાની કરતા,
ધક્કામુક્કી મારામારી ગોદરુ આખુ ગજવતા.

ગાળાગાળી મારામારી વેળુ ચડીઓમા ભરતા,
વડીલ,વૃદ્ધોના ચરણે અમે શીશ ઝુકાવી નમતા.

ગીલ્લી દંડો, સાત સિતોળિયા ભેગા મળી રમતા,
પગમા જૂતા હોય નહી તોય ધોમ તડકે રખડતા.

તાવ તરિયા આવે કદીક તો માવડી ખોળે સૂતા,
કડવીવખ હોય તોય દવા મા ના હાથે અમે પીતા.

નીંદરરાણી રુઠે મુજથી ,આંખે કદી આવે નહિ તો,
નિન્દરને રીઝવવા હાલી મા ના મુખે સાંભળતા,
                -"મોજીલો" માસ્તર.......