બહુ ગર્વથી બોલું હું.. કંઇક તો છે આપણા આ શહેરમાં કે જે એક્વાર પણ અહી આવે એ જોડાઇ જ જાય અહીંની હવાથી, લોકોથી, પોળના રહેન-સહેનથી અને ખાસ તો અહીંના મિલનસાર લોકો અને તેઓની એકતાથી.
અહીંના ટ્રાફિકની તો દરેકને જાણ છે જ, કહેવાય છે કે અમદાવાદમાં જેણે વાહન ચલાવવાની ટેવ પાડી લીધી એને દુનિયાના કોઇ પણ શહેરમાં ટ્રાફિકથી પરેશાની ના થાય.. હા શરુઆતમાં જરાક મગજ ગરમ થાય, ક્યારેક ગુસ્સામાં અપશબ્દોયે નીકળી આવે પણ જ્યારથી તમે અહીં વગર હોર્ન વગાડ્યે, વગર કંઇ બોલ્યે, શાંતિથી ગાડી હાંકતા શીખી ગયા ત્યારથી માની લો કે તમે ધીરજની ટોચે પહોંચી ચુક્યા છો...
હવે અમદાવાદની સૌથી આકર્ષક, સુંદર અને મજાની વાત જે છે, એ છે અહીંની 'પોળ'..
છસો છસો વર્ષથી અડીખમ ઊભેલી, કેટલાયે વાવાઝોડા, ભારે વરસાદ, અરે ૨૦૦૧નો ભૂકંપ પણ જેને હલાવી ના શક્યો એવા એ પોળના ઘર!
એકરોને એકરોમાં વિસ્તરેલા અને હજીયે વિસ્તરી રહેલા અમદાવાદમાં વરસાદના એક તીવ્ર ઝાપટાયે રસ્તાઓ ભરાઇ જાય ત્યાં જ 'જૂના અમદાવાદ' કે 'મેઇન સીટી' તરીકે જાણીતા આ પોળના વિસ્તારની છસો વર્ષ જૂની ડ્રેનેજ સીસ્ટમ એટલી મજબૂત અને વ્યવસ્થિત છે કે તીવ્રથી અતિતીવ્ર વરસાદના પાણીનોયે ભરાવો ના થવા દે અને ત્વરીત નિકાલ કરી દે.
વિકસીત શહેરમાં જ્યાં ડબલ ટ્રેક, ફોર ટ્રેક રસ્તા છે ત્યાં ઘડી ઘડી ટ્રાફિક જામ થઈ જાય પણ અહીંની સાંકડી ગલીઓમાં તો એવું ભાગ્યેજ બને અને બને તોયે ઘડીભરમા રસ્તો ખુલી જાય કેમ કે અહીં, 'હું કેમ હટું', કે 'ટ્રાફિક પોલિસ આવી ને રસ્તો કરે તો સારું' એવી વાતે અને વિચારે અટકી રહેનાર વૃત્તિ નથી..
બીજું ખાસ પાસું અહીની સાંપ્રદિયક એકતા, પોળમાં પારસી, હિન્દુ, મુસલમાન, મરાઠા, બ્રાહ્મણ, જૈન, અનેક ધર્મના લોકો રહે છે એક્બીજાની સંસ્ક્રુતિ અને રહેણીકરણીને માન આપીને.. અને નાનપણથી મેં સાંભળ્યું અને જોયું છે કે પોળમાં રહેવું એટલે રહેવાની સૌથી સુરક્ષિત જગ્યા. અહીં એક ઘરની તકલીફમાં આખી પોળ પડખે ઉભી હોય.
ભારતમાં માત્ર બે શહેરો હેરીટેજ સીટીઝ છે એમાંનું એક છે અમદાવાદ. અને આજે મેં પણ ભ્રમણ કર્યું સવારના ઠંડા પહોરમાં મારા પોતાના 'હેરીટેજ શહેર' અમદાવાદમાં. જ્યાં આજે પણ પીઢીઓ થી ચાલી રહેલા વ્યાપાર કાર્યરત છે, એ પણ સદીઓ પહેલા તેઓના પુરખાઓ દ્વારા બંધાયેલ દુકાનોમાં
પોપટ ગોખલા, ચબુતરા જેવી પક્ષીઓ માટે રખાયેલી સગવડ કહો કે માનવતા અને આત્મિયતા,
મંદિર, મસ્જીદ, દેરાસરો,
સાંકડી ગલીઓ,
ગીચ વિસ્તારમાં જ વ્યાપાર અને રહેણાંક,
સદીઓથી અડગતાથી ઉભા રહેલા લાકડાના ઘર,
નવીને ટક્કર આપતી જૂની પણ સચોટ વ્યવસ્થાઓ,
વિપરીત પરિસ્થિતિથી બચવા બનેલા ગુપ્ત દ્વાર,
સોલંકી, મુગલ, અંગ્રેજો દરેક છોડીને ગયા છે પોતપોતાની સંસ્કૃતિની છપ અહીં.
સાંપ્રદિયક એકતા, મારા હિસાબે એક નાનકડું 'હિંદુસ્તાન' વસે છે અહીં
અને સૌથી મોટી વાત જેના માટે નમન કરું છું હું અહીં રહેતા દરેકને - મારા અમદાવાદના મૂળને, વારસાને, ધરોહરને સાચવી રાખવા બદલ અને મારા અને આપણા શહેરને 'અમદાવાદ' બનાવી અને સાચવી રાખાવા બદલ.
જીવન, 'વસુધૈવ કુટુમ્બકમ', અનેકતામાં એકતા આ બધું ખરા અર્થમાં અહીં છે.
આવો ક્યારેક અહીં, મારું અમદાવાદ જોવા હું જ્યાં વસુ છું! છતાય હજી એમ લાગે કે રોજ કંઇક પહેલીવાર જોઉં છું
એવું જ કંઇક આજે પણ જાણ્યું એ છે 'ઓળ'. પોળ તો હવે વિશ્વ વિખ્યાત છે પણ 'ઓળ' હજી એટલી જાણીતી નથી.
તમારા માંથી કોઇ જાણતું હોય તો comment માં લખો.
- Natasha Raval 'સ્પર્શ'
Photos by 📸 Natasha Raval
#સ્પર્શ #manmaujisanchari #heritage #walk #amdavad #ahmedabad #pollife #ahmedshah #mughal #firangi #india #legacy #cityscape #businessminded #ahmedabadi #RaninoHajiro #manekchowk #photography #peoplephotography #cityphotography #chailover #swaminarayan #jamamasjid #derasar #Hindustan #people #unity #religious #humanity #traffic #secretpassage