Advertisement



પરાગરજ | paragraj | Ashokkumar Shah | words of samarpan



પરાગરજ

 બદમાશી ના વિચાર તું રહેવાદે ઝીંદગીમાં

હવે તું સીધે સીધો ચાલજે
જ્યાં અટક્યો ત્યાં તારા ભવિષ્ય થી
તું સમજી લેજે ભટક્યો સંભાળજે
અડીયલ સ્વભાવ થી તું હજુ ઓળખાય છે
ભાઈ એને તું સુધારજે
તારા ઘરમાં સારા સ્વભાવ ના તારા વડીલો
તારાથી હવે ત્રાસી ગયા છે
જિંદગીના તારણહાર સામે હવે તું તારું
શીશ નમાવજે તારું શીશ નમાવજે
જો દે દાખલો લોકો દડિયલ નો તો તારું
નામ તો નહિ જોઈએ તું સંભાળજે
અશોકકુમાર શાહ "પરાગરજ"