Advertisement



તારા ન હોવાનું ગીત | TARA NA HOVANU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil




તારા ન હોવાનું ગીત

દોષ ન ક્યાંય નજરનો

ભરી જાય છે આંખો કાયમ ખાલી ખૂણો ઘરનો

પગ મૂકું હું ફળિયામાં ને ફળિયું આવું ભાગે લઈ આવ એ જૂનો ચહેરો નવી ઉદાસી વાગે ફળિયેથી હું માંડ બચું ત્યાં સાદ પડે ઉંબરનો દોષ ન ક્યાંય નજરનો

કરી એકઠી હિંમત આજે એક ઓરડો ખોલું કોઈ નથી જ્યાં અંદર તો હું કોની સાથે બોલું રોજ અવાચક જોતો કંકુથાપો ભીંત ઉપરનો દોષ ને ક્યાંય નજરનો