શૈશવ પ્રણય સ્મરણનું ગીત
ક્યાંક તારું નામ લખું એવી થાય ઇચ્છા તો પથ્થર થઈ જાય હાથ આખો થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો
હું તિથિની સંગાથે બદલાતો રહું અને બદલાતું હાથીનું માપ
હું ક્યાં લગ હથેળીમાં સાચવીને રાખું
ક્ટ નાનકડા હોઠોની છાપ
યાદોમાં ભીંજાતી પળ બે પળ સૂકવું
પણ કેમ કરી સૂકવી દઉં આંખો થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો
તારા લગ પહોચું તો પહોંચું હું કેમ
અહીં કંઠે રૂંધાયાં છે ગીત
યાદ તને આવે કંઈ શૈશવના દિન
જરા જઈને જો ઘરની પછીત તૂટેલી દીવાલો, તૂટેલા સંબંધો
તૂટી છે વડલાની શાખો થયો સ્મરણોનો દેશ હવે ઝાંખો