Advertisement



Kavita Divas | Poetry Day | Trupti Joshi

 કવિતા


મન-હ્રદયની ઊર્મિઓ કાગળ પર ચીતરી નખાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
પથ્થરમાં પણ જ જાણે જીવ દેખાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
નદી-સાગર સંગ સાક્ષાત સંગીત સંભળાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
નથી માં કાંઇક અનોખું શોધી જ લેવાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
અભાવમાં ભાવને ભારોભાર જો અનુભવાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
આબાલવૃદ્ધ ને વળી સરખો સ્નેહ પીરસાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
કુદરતની કમાલ ને ધમાલ મસ્તી સરસ સમજાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
કવિના મનને શાતા વળે તેમ જ વર્ણવાય,
ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
સાચ્ચે! ત્યારે.....ત્યારે જ કવિતા રચાય!
તૃપ્તિ જોશી કચ્છ *"સંતોષ"*

વિશ્વ કવિતા દિવસની સૌને હાર્દિક શુભેચ્છા 🙏🏻🙏🏻