નારાજગીનું કોઈ કારણ પણ જરા આપો મને,
આવા અબોલાનું ય તારણ પણ જરા આપો મને,
તડપ્યા કરીએ જો વિરહની વેદનામાં ક્યાં સુધી?
દર્દોનું કોઈ તો નિવારણ પણ જરા આપો મને,
બોજો વહન કરવા અમે તૈયાર છીએ જો હવે,
તો લાગણીનું કંઈ ભારણ પણ જરા આપો મને,
જે કાયદા નિયમો કરો મંજુર કરીશું પણ અમે,
કોઈ પ્રણયનું આ બંધારણ પણ જરા આપો મને,
પ્રણય પરીક્ષા પૂર્ણતાથી ઉત્તીર્ણ હું કરું ખરો,
જો પ્રેમનું ચોક્કસ ધોરણ પણ જરા આપો મને,
Himmat Singh Zala