Advertisement



દીકરી છું, ફિકર ના કરો ! Dikri Chhu Phikar na Karo! VIshal Dantani



 દીકરી છું, ફિકર ના કરો !

ઓ મને અવતરણ આપનારાંઓ !
મને પ્રેમનાં બીબામાં નફરત બાંધીને ન આપો !
મારાં જન્મ બાદ, શું કામ ખુશીનાં આંસુએ રડ્યાં હતાં ?
મારું આગમન અજુગતું તો નહોતું જ ને !
મારી પગલીઓની છાપ મહીં,
તમે સૌ લક્ષ્મીનો વરતારો શોધતાં હતાં, એ યાદ છે મને !
મારે કાજે રડીને, તમે મને ભ્રમમાં નાંખી,
હું જે વહાલથી લપેટાઈ હતી એ તો દંભ નીકળ્યો !
લગ્ન સુધી જ લાગણીઓ રાખનાની કોઈ વાત નહોતી,
મને છોડવી જ હતી તો વહેલાં છોડતા, મઝધારે જ કેમ છોડી ?
આપે કરેલું લાડ, મારાં ભીતરે અકબંધ છે,
આમ ભીતરને ખોતરવાની તાકાત, કેમની ચાલી?
ચાલી તો ચાલી, હવે ફિકર નહીં કરો,
દીકરી છું, તમારી ફરિયાદ ઈશ્વર સામે પણ નહીં કરું !
- વિશાલ દંતાણી