Advertisement



અંધ ભક્તનો કાગળ | Andh Bhakt No Kagal | Swapnil Mehta




 અંધ ભક્તનો કાગળ


વિષ ભરેલું અંતર જેનું
કરતો રહે છે એ ખટપટ
નવરા પેલા એન્જિનિયર જોડે
ભકતો લખાવે છે ખત
ઢગો એનો દિલ્હી ગામે
બેઠો બેઠો દેશને બાળે
લખ્ય લ્યા હવે છ વરસથી
પહોંચી નથી એકેય પાઈ
રાહતની એકેય યોજનાઓ
અમને નથી મળી મારા ભાઈ
જયકારા સાંભળી તારા
રોવું હવે કેટલા દહાડા?
એરપોર્ટવાળો ભાણિયો લખે કે
ઢગો રોજ મને ભેળો થાય
દન આખો કશુક વેચતો રે'તો
રાતે મોંધી મશરુમ ખાય
પાંચ લાખનો શુટ તે પહેરે
પાણી જેમ પૈસા વેરે
લોકતણું લોહી પીવો ના સાહેબ
ફેંકવામાં રાખો માપ...
બધ્ધે બધ્ધુ વેચાય જશે તો
હાથ મા શુ રહેશે બાપ?
દાઢી તમે રાખજો રૂડી
ફકિરોની એ જ છે મુડી
સ્કૂટી વેચી, સાયકલ વેચી,
ધંધો પણ થઈ ગયો ખલાસ
રોટલા રોટલી ગુમ થયા છે
એકલી પીવું છુ છાસ
તારે મશરૂમનું ખાણું
હું ખાલી પાણી ભાળું
અંધ આંખે તારી ખુરશીઓ ગોઠવી
પ્રચાર કર્યો ઠામોઠામ
ચૂંટણી બધી પત્યા પછી
કોઇના પૂછે ભાવ
અમારા ગજવે કાણું
તને સદયુ કાળુ નાણું
લિખિતંગ તારા આંધળા ભકતના
વાંચજે ઝાઝા શ્રીરામ
એક નથી રહ્યુ અંગનું ઢાંકણ
થઈ ગયુ છે કામ તમામ
હવે નથી જીવવા આરો
આવ્યો ભીખ માંગવા વારો
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા
(ગુજરાતી સાહિત્યમા "આંઘળીમાંનો કાગળ" એક ચીરકાલીન લોકપ્રિય કૃતિ છે. જેના કવિ ઈન્દુલાલ ગાંધી છે. કોઈ પણ લાગણીશીલ હ્દય ધરાવનાર માટે આ કૃતિ અદ્વિતીય છે..
ગામડાંમાં રહેતી આંધળીમા શહેરમાં રહેતા એના દિકરાને પુનમચંદના પાનીયા જોડે પત્ર લખાવે છે.. પછી આ કાવ્ય ગુજરાતી ફિલ્મ મા-બાપમા પણ ફિલ્માવવા પણ આવ્યુ હતુ..
હવે એક અભણ અંધ ભકત કાગળ લખે તો? ભક્તોના માબાપ અને માલિક બધ્ધુ એક જ છે...)