ઝુરાપાનું ગીત
હવે ટોળામાં રહેવાનું ગમતું નથી
કે મને ટોળામાં એકલતા સાથે
મને પડછાયો મારો ન જોઈએ જરી
મને મારા હોવાની ઘણી ચીડ
તારી યાદોનાં નાના શા નાજુક
તણખલાંનું ગૂંથેલું તોડ્યું મેં નીડ
રેશમિયા લોહીનો અણસારો લાગે
જયાં અડકું છું અમથું ગુલાલ
કે મને ટોળામાં એકલતા સાથે
હિંડોળો ખાલી ને ખાલી છે ઘર
ઘરમાં ખાલીખમ ઝુરાપો સઘળે
બે પગલાંની છાપ હજી પગરવ બનીને
રોજ આમતેમ ઓસરીમાં રઝળે
મૌન રહી સાંભળ્યા કરું છું હું કેવળ
જે વાત કદી સંઘરી દીવાલે
કે મને ટોળામાં એકલતા સાલે