Advertisement



વૃદ્ધ મજૂરનું ગીત | VRUDHH MAJURNU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil




વૃદ્ધ મજૂરનું ગીત

બીડીના એક હૂંઠે તમને સંભારું શામળિયા

સાંજ પડે ને ઝાલર ટાણે

તારે મંદિરિયેથી છોને નીકળવાનું થાતું

મારી સામે તું જુએ ના

તારી સામે નત મસ્તકથી મારે ના જોવાતું

આંખ જરા જો બારી લગ પહોચે

તો ખાલી નજરે પડતા રંગબેરંગી સળિયા બીડીના એક ટૂંઠે તમને સંભારું શામળિયા

મારા પગ પર ઊભા રેવું મારાથી ના બનતું

કેવો થાક લઈને જીવું

મારી ઉપર રોજે આખું આભ તૂટે છે

જન્મારોનો વાંક લઈને જીવું જાત ગળાતા વાર હવે શી હોવાનો

અણસાર લઈને અરમાનો ઓગળિયા બીડીના એક પૂંઠે તમને સંભારું શામળિયા