વિરહિણીનું ગીત
અમથી અમથી ઊભી રહીને તું આવ્યો છે
એવું ધારી એક ઢોલિયો ઢાળું સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું
ઘડીક થાતું ચાલી જાઉં ઉંબરની વ્હારે હું
ઘરનું બંધ બારણું ખોલી
સાંકળ સુધી હાથ પહોંચતા કોઈ મને
રોકીને રાખે અંદરથી મેં બોલી
આંખોની અંધારી ગલીએ ભૂલાં પડેલાં
સપનાંઓને કેમ હું પાછાં વાળું
સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું
એક અરજ આ મારી ખાલી પોતે આવી :
મારી અંદરનું અંધારું પીઓ
સ્મરણોનાં અજવાળે મારું આખુંયે ઘર ઝગમગ ઝગમગ શાને કરવો દીવો
દીવો કરતા અંધારાને નામ લઈને તારું
હમણાં હમણાંથી હું ટાળું સાંજ ઢળે ને આવે તારાં સ્મરણોનું અજવાળું