Advertisement



તું નથી-નું ગીત | TU NATHI-NU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil


તું નથી-નું ગીત

વરસોનો મધ્યાંતર ઊઠતાં સામાસામે મળિયાં આંખો સામે તું ને ઘરનાં ફૂટી ગયેલાં નળિયાં

ભીંત ઉપરથી પોપડા ખરતાં ખર્યા કંકુના થાપા અવાવરું આ ઘરમાં એકલતાના કાપેકાપા કેમ કરીને સાચવવા તે નહીં વાળેલાં ફળિયાં આંખો સામે તું ને ઘરનાં ફૂટી ગયેલાં નળિયાં

લીંપણમાં લીંપાયેલી છે હળવા હાથની છાપ આવ ફરી તું આવ અને બસ એ જ હથેળી આપ બારસાખ પર તોરણ નહીં પણ ટીંગાતાં ઝળઝળિયાં આંખો સામે તું ને ઘરનાં ફૂટી ગયેલાં નળિયાં

તું આવી છે એ અણસારે જાગે શેરી સૂની તારા હાથની છાપે ઝળહળતી દીવાલો જૂની નામ જરા જયાં તારું લઉં ત્યાં ઓચિંતા સળવળિયાં આંખો સામે તું ને ઘરનાં ફૂટી ગયેલાં નળિયાં