તને કહેવા-ન કહેવાનું ગીત
તને મળીને કરવાની હોય છે જે વાત
તને મળતાંની સાથે જઉં ભૂલી
તને ક્યાં કહી શકું છું કદી ખૂલી
પાસે રહી થોડું ન વિચારી શકો
તો આઘા રહી થોડું વિચારો ઘેર એની મેળે જ મળતી રહે છે
સદા મૌન જ રહે છે કિનારો હુંયે કબૂલાત કંઈ કરતો નથી
ને તે પણ ક્યાં વાત કોઈ કબૂલી
આજ નહીં કાલ પછી દિવસો થાય મહિના
ને મહિના થઈ જાય પછી વરસો
વરસોની વાત પછી વરસો લગ મનમાં
ને મનમાં રહી જાય તો શું કરશો અમથા કિલ્લોલતા ના હોય મારા ગીત
મારાં ગીતોના લયમાં તું ઝૂલી
તને ક્યાં કહી શકું છું કદી ખૂલી