સ્મૃતિ ગીત
મારી આંખોમાં અફળાતાં આંસુના સમ
તને ભૂલવાનું લાગે છે વસમું
ભીનીછમ પાંપણને ભાન નથી જે
ને ફળિયામાં સુકાય ગુલમ્હોરા
ચામડીની જેમ બધી પહેરલી ક્ષણોને
ખોતરતાં અકળાતા હોર
તને નો ક્યાં સુધી રાખું હું ભ્રમ
તને ભૂલવાનું લાગે છે વસમું
મારી આંખોમાં અફળાતાં આંસુના સમ...
અંતરના ઓરડિયે ઝળહળતી ઘટનામાં
વીતેલા દિવસો કણસતા તને ભૂલવાનું લાગે છે વસમું
યાદોનાં પાન સાવ પીળચટ્ટાક થયાં
તો યે હજીયે ના ખરતાં
આંખ અને અંતરથી રડવાનો ક્રમ
મારી આંખોમાં અફળાતાં આંસુના સમ...