પ્રણયાનુભૂતિનું ગીત
આમ આંખોની સામે તું બેસી હો
તેમ છતાં બોલી શકાતું ન કેમ
મને લાગે આ હોઈ શકે પ્રેમ
સમજણની વાતો બેઉ સમજી ગયાં તો પછી બાકી ક્યાં કૈં કહેવા જેવું
મૌન રે'વું તારું બહુ મૂંઝવતું હોય
છતાં મારું ન બોલવાનું કેવું તું પાસે હોય એવો થાય છેમ
આઘી ને આધી તું ચાલી જાય તેમ છતાં
મને લાગે આ હોઈ શકે પ્રેમ
કેટલીયે વાર તારું એમ થતું મળવાનું
જાણે ન ઓળખતી તે
તારી હાજરીમાં મારાથી વાત ન કરાય
તોય શાને ધે સાંભળતી તું
કારણ વિના તો કદી પૂછી ન જાય
કોઈ હેત સહ કુશળ ને ક્ષેમ
મને લાગે આ હોઈ શકે પ્રેમ