Advertisement



પીડાનું ગીત | PIDANU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil




પીડાનું ગીત

પીડાઓ હેરી બેઠો

અણમોલ ખજાનો આંખોનો પળમાં ખંખેરી બેઠો

બારસાખ પર સૂકું તોરણ, હોય ઉદાસી ફળિયે ક્યાંય કશો ન પગરવ તોયે કાન દઈ સાંભળિયે ઝળઝળિયાં વેરી બેઠો

અણમોલ ખજાનો આંખોનો પળમાં ખંખેરી બેઠો

જેનાથી હું આઘો ભાગું આંખો સામે મળતું રાતદિવસ આ એકલતાનું ટોળું ઘેરી વળતું પોતાને વ્હેરી બેઠો

અણમોલ ખજાનો આંખોનો પળમાં ખંખેરી બેઠો