પત્રગીત
વરસાદી વાયરો ને વરસાદી છાંટ તને લાગશે જરૂર જરા પરબીડિયું ખોલીને
કાગળ લખેલ મારો વાંચ
એક એક લીટીમાં જો ઓગાળી મૂકી છે
મારી મેં આખીયે જાત
શબ્દોના દર્પણમાં બિબાશે કંઈક
તને યાદ નહીં એવીયે વાત
એનો અર્થ ઘણો નીકળશે જોજે તું
ધારીધારીને બધી ખાંચ
વરસાદી વાયરો ને વરસાદી છાંટ
લખવાનું બાકી કંઈ કેટલુંયે વાંચ
તને શોધવા નીકળ્યાં છે ફળિયાં
ભીનાશ જરા આંખોમાં તારીયે આવે
હું કાગળમાં મૂકું ઝળઝળિયાં
લિખિતંગ નામ મારું લખવાનું ભૂલી જઈ
આપી છે ખુદને મેં આંચ
વરસાદી વાયરો ને વરસાદી છાંટ