Advertisement



મૃત યાદનું ગીત | MRUT YAADNU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil



મૃત યાદનું ગીત

લખી મોકલ તું સાવ કોરો કાગળ

મારુંય ન નામ હોય તારુંય ન નામ હોય

સરનામું હોય એક ઘરનું તારા અત્તરિયા અક્ષરની મદમાતી હેંક પછી ટાણું થઈ જાય અવસરનું અવસરની વાત જરા કરવા જો જઉં તો આ આંખોમાં ગોરંભાય વાદળ

લખી મોકલ તું સાવ કોરો કાગળ

અજવાસથી આંખોને અળગી કરીને

કીધી અંધારા ઓરડિયે વાવણી એકલવાયી તે બધી લાગણી કરવાનું ક્યાં લગ આ છળ

ઓગળતી તોય રોજ આંખોના પોલાણે

યાદોની નગરીને લોથલનું નામ દઈને

લખી મોકલ તું સાવ કોરો કાગળ