Advertisement



મિલેનિયમ રાધાનું ગીત | MILENIYAM RADHANU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil




મિલેનિયમ રાધાનું ગીત

રાધાએ સાડીને કપબૉર્ડમાં મૂકીને પહેરવાં માંડ્યું છેહવે પેન્ટ હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

બિચારો શ્યામ ઘણો કયૂઝ થયો છે

એને રાધાની લાગ્યા કરે બીક

કે વાંસળીના સૂરથી ન રાધા રોકાય

એને વાંસળીથી આવે છે છીંક રાધા તો પ્લાસ્ટિકનાં ફૂલ ગૂંથે કેશમાં ને ઉપર લગાવે છે સેન્ટ હવે સમજાયું હવે શ્યામ વેન્ટ

રાધા ધે શ્યામ તમે માખણના બદલામાં

ચોરી લાવો હીરાનો હાર વળી ગાય ઉપર બેસવાનું ફાવે નહિ શ્યામ તમે લઈ આવો મારુતિકાર રેવાને લૂંટ મારે જોશે ઓ શ્યામ મને ફાવે નહિ તારો આ ટેન્ટ હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ

વૃંદાવને શ્યામ મને મળવું ગમે ના તું મળવાને હોટલમાં આવ મારી સહેલીઓને પ્રેસ કરવાને

તું હાથોમાં સેલ્યુલર લાવ રાધા તો ઠીક ઓલી ગોપીઓય આજકાલ શ્યામની કરે છે કૉમેન્ટ હવે સમજાયું વ્હાય શ્યામ વેન્ટ