મનગમતા સાથનું ગીત
ચૂપચાપ ચાલવાનું ક્યાં સુધી આપણે ક્યારેક તો ઊભી રહી વાત કર
સખી પાસે આવીને પૂરી વાત કરી
ક્યાં લગ તું મારા સૌ વણ દીધા કોલને
આમ જ ચૂપચાપ રોજ પાળીશ
અજાણ તારી લાગણીથી ક્યાં લગ હું રહું અને ક્યાં લગ તું ખુદને સંભાળીશ
ખુલ્લી આંખોથી બધું સમજી શકાય
હવે આંખો મીંચીને હસી વાત કર
સખી પાસે આવીને પૂરી વાત કર
એ પળની સુવાસ મારા શ્વાસોમાં રહે છે
જે પળમાં તું હોય મારી સાથે મારું અતીત તો મારા જ હાથે લખાયું પણ ભાવિ લખાશે તારા હાથે
દૂર દૂરના સંકેત પછી દૂર જ રહી જાય
તું જો પાસે આવીને કદી વાત કર
સખી પાસે આવીને પૂરી વાત કરી