Advertisement



કાયમી વિરહનું ગીત | KAYMI VIRAHNU GEET | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil



કાયમી વિરહનું ગીત

આવ મળવાને આવ, સખી મળવાને આવ સાવ કોરીકટાક વાવ, બેઉ છે આજકાલ એમાં તું પાણી છલકાવ



એ વડલાનું થડ થઈ ગયું બુઠું અડવાની બીકે તું સામે ન આવ

મારે મારાથી બોલવાનું જુદું

લાવ સ્મરણોને લાવ, મારે સ્મરણોથી ખોતરવા જૂના કંઈ કેટલાયે વાવ આવ મળવાને આવ, સખી મળવાને આવા

આંગણામાં રોપેલા છોડવા બધાય

હવે વૃક્ષ બની આંગણમાં ઝૂલે સખી ફોરમ થઈને રોજ ખૂલે છાવ તડકા ને છાવ, કેમ તડકામાં સાચવવો ઝાકળ સરીખો બનાવ આવ મળવાને આવ, સખી મળવાને આવા

એક એક કળીમાં તારા હાથોનો સ્પર્શ

ગમતું તળાવ હવે પુરાઈ ગયું છે

પણ આંખોમાં સંઘરાયું કાયમ

તારાં સપનાંનું આભ મને પૂછ્યા વિના

મારી પાંખોમાં સંઘરાયું કાયમ

ઘાવ ઊંડો છે ઘાવ, એમ પુરાશે ક્યાંથી જ્યાં કાયમનો તારો અભાવ આવ મળવાને આવ, સખી મળવાને આવા