ભણવા માટે ઉત્સુક છોકરીનું ગીત
મા મને લઈ આપને પાટી ને પેન
એકડિયા બેકડિયા ઘૂંટીને મા
મારે થાવું છે હાઈસ્કૂલની બેન
છાની માની મરને બુન આવળિયાં વીણ
તારે ભણીગણી કયા દેશ જાવું એકડિયા ભઈલાને શીખવા દે મૂઈ,
તારી માએ પણ શીખ્યું આવું કથરોટે રોટલા ટીપવાનું શીખ અને
મેલી દે ભણવાના વેન
મા મને લઈ આપને પાટી ને પેન
માડીનું નામ મારે ઘુંટવું ક્યાં રેતીમાં
રેતીમાં રહેતી ન છાપ
મ” ને કાનો મા મારે પાટીમાં ઘૂંટવો છે
ભઈલા તું પાટી તો આપ
એનઘેન રમવાનું છોડીને મા મારે હવે
ભણવું છે મૅન અને ફેન
મા મને લઈ આપને પાટી ને પેન