બે-ચાર શ્વાસ લઈને મરી ગયેલ બાળકનું ગીત
નાળસોતો ઉખાડ્યો મને
ઠેસ જીવનની હું જીરવી ના શક્યો
શ્વાસ લેવાનું ભૂલ્યો અને
કૈંક દિવસો નહીં, કૈક મહિના રહ્યો
હું ઉદરમાં હસી ઘેરથી
વ્હાર આવ્યો જરા ને પરત કોઈએ
એકદમ લઈ લીધો વેરથી
મારી સાથે બન્યું એ જ ઇચ્છું છું હું
કોઈ સાથે કદી ના બને
નાળસોતો ઉખાડ્યો મને
આમ બે-ચાર શ્વાસો જ આપી મને
કેમ અવતારવાનું ગમ્યું
એમ બાળકનું અવતરવું શા કામનું
જે ઘડીભર ન ખોળે રમ્યું
કેમ ધરતી ઉપર મોકલ્યો બે ઘડી
રોકવો જો હતો શ્વાસને
નાળસોતો ઉખાડ્યો મને