બચપણ
હવે બચપણ તું ક્યાં પાછું મળે છે.
સવાર ઉગે ને પછી સાંજ ઢળે છે.
નાની જીંદગી ને નાના સપનાઓ,
નાની ઈચ્છાઓ એમ સળવળે છે.
બચપણ વિત્યું એ ઘર છુટી ગયું,
ભીંત,દિવાલો, ઉંબર ટળવળે છે.
મા એ કોખ આપ્યું,બાપનું વ્હાલ,
પેલા રમકડાઓ હજુ ખખડે છે.
અધુરી રમત ભાઈ અને બહેનની,
કરેલી અંચઈ આજ મને નડે છે.
વીતી જવાની,વીતી ગયો બુઢ્ઢાપો,
ઝાલર ટાણે મંદિરે ઘંટારવ પડે છે.
બચપણ પાછું વળી જા તો ઘણું,
આંગણે હિંચકા મને અવગણે છે.
🌹🌹🌹🌹🌹🌹🌹
✍✍✍ ભૂષિત શુક્લ..