અવઢવનું ગીત
હું તને પૂછું તો કહી દે તું હા
પણ તું જ મને પૂછે તો કેવું
રસ્તામાં મળવું ને પૂછવાનું કેમ છો?
એ લાગણીથી કે'વાય એ સાચું શાને નામ એમાં મારું હું વાંચું એમ તુંય મને ઇચ્છે તો કેવું
હાથમાંથી કાગળ જો તારા પડે તો
હું રોજ રોજ જેમ તને ક્યા કરું છું
હું તને પૂછું તો કહી દે તું હા..
હું બળબળતો ફાગણિયો પહેરીને ફરતો
ને ફરતી તું પહેરી ચોમાસું તું આવીને મારા પર ધોધમાર વરસે
ને તોય મારું મન રે'તું પ્યારું
આંસુઓ મારાં હુંય લૂછી શકું છું
પણ તું આવી લૂછે તો કેવું હું તને પૂછું તો કહી દે તું હા...