અસમંજસનું ગીત
તું કહું કે તમે
એક વાર પાસે આવીને મને કહે તો ગમે
રોજ રોજ ગૂંચવાઉં છું દઉં સંબંધને શું નામ
હૈયે છે પણ હોઠ સુધી ના આવે તારું નામ
તારા હાથની રેખાઓ જો મારા હાથે રમે
તું કહ્યું કે તમે
મારા પગલે તારાં પગલાં કેવી પડશે ભાત
સાથે આમ જ ચાલ્યા કરશું મૌન કરે છે વાત
તારું મારું ત્યજી દઈ મન એમ કહે થા 'અમે'
તું કહ્યું કે તમે