અનાથ બાળકનું ગીત
આંખોમાં ઝળઝળિયાં આવે છે મા
તારું નામ જ્યારે કોઈ અહીં લેતું
મને છોડીને ક્યાં ગઈ છે તું
રાત રાત જાગીને આભમાંના તારલાને
સરનામું તારું હું પૂછું
હૂંફાળા સાડલાની કોર વિના મા
કહે આંખોને કેમ કરી લૂછું
પાસ નથી તું એનું કેવું છે દુઃખ
મને અહીંયાં સહુ નમાયું Èતું
મને છોડીને ક્યાં ગઈ છે તું
આંખ જરા મીંચું કે મીંચું ના
એટલામાં આવે છે સામે તું મા
હાલરડાં કાનોમાં ગુંજયા કરે છે
મારે સૂવું તો કેમ સૂવું મા
આંસુથી આંખ તારી ખૂલે ન મા
કે પછી કોઈ તને આવવા ન દેતું
મને છોડીને ક્યાં ગઈ છે તું