અબોલાનું ગીત
આંખમાં ઉજાગરાનું ગામ
સખી મારે સપનાનું ક્યાંથી પડે કામ
હોઠ ઉપર આંગળીને દઈને નકૂચો
મેં માર્યું છે મૌન કેરું તાળું
આકરા અબોલાઓ આટઆટલા
ને છતાં ઉંબરિયે ઢોલિયો હું ઢાળું
ક્યાં સુધી ચાલવાનું આમ
આંખમાં ઉજાગરાનું ગામ
છાની છાનીય હવે વાતો ના થાય
મૂઆ શબ્દોનો ભાર બહુ લાગે
એક પછી એક બધાં દૃશ્યો ભીંજાય
સતત આંખ્યુંને એકલતા વાગે
આયનામાં તરડાયું નામ
આંખમાં ઉજાગરાનું ગામ