યુવાન વિધવાનું ગીત
સેંથીમાં સિંદૂર મેં પૂર્યા પૂર્યા ના
ત્યાં બંગડીઓ નંદવાઈ, સૈ
હું તો પાનખરમાં અટવાઈ, સૈ
અડવાણા હાથ મારા અડવાણી આંગળીઓ
છાતીમાં અડવાણા શ્વાસ
ચાંદલિયો ક્યાંથી ઊગે આ કપાળે
ત્યાં કાયમ હોવાની અમાસ ત્યાં વાદળીઓ વીખરાઈ, સૈ
મયૂરીની જેમ સ્ટેજ ટહુકી ટહુકી ના
હું તો પાનખરમાં અટવાઈ, સૈ
આથમતી આંખોના આભાસે સૈયર
કંઈ તૂટેલાં સપનાંઓ ખોળું હૈયામાં ક્યાંથી હો પહેરવાની હામ
રાધાની
સાવ ચોળાઈ ગયેલ ઘરચોળું જેમ સ્ટેજ ઝૂમી ઝૂમી ના
ત્યાં વાદળીઓ રિસાઈ, સૈ હું તો પાનખરમાં અટવાઈ સૈ