Advertisement



વિવશતા | Vivashta | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Vivashta | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


વિવશતા

તને ચાહવાનું અમસ્તુ ન ટાળ્યું

ન એવું સમજ તું ન હું મેં સમજતો 
તને ચાહવામાં જો અડચણ બહુ છે 
સમય પણ મને સાથ દેતો નથી કે 
તું સામે રહે મારી એ પણ બહુ છે

ઘણાં કામ મારે હજી બાકી કરવા 
હજી જિંદગીને વિસામો નથી જો 
તને એય ઓછું પડે છે કહે કેમ 
જરા આંખ મીંચે હું સામો નથી જો

ઊભી ક્યાં રહી તું કદી સાથે ચાલી 
તને ક્યાં ખબર આ હૃદય છે સવાલી 
એ તાકાત મારામાં મેં સાચવી છે 
તને હું લઈ જઉં વગર હાથ ઝાલી

ઘણી વાર એકાંતમાં યાદ તું હો 
અમસ્તી જ આંખો આ ઝમતી નથી કે 
તને પૂછવાનું સહજ હોય છે પણ 
મને ઔપચારિકતા ગમતી નથી મેં

ઘણી કોશિશોથી મેં મનને મનાવ્યું 
તને ચાહવાનું અમસ્તુ ન ટાળ્યું

Vivashta | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"