તને ન ભૂલી શક્યાનું ગીત
મોસમનો પહેલો વરસાદ
હવે આંખોમાં આવે તો શું
બારણું ઉઘાડું ને પડઘા પડે
એમ સાચવે છે ઘર હજુ સાદ
મારા તો શ્વાસ બધી વીતેલી પળ
તને કેમ કશું આવે ન યાદ
ફળિયાનો ગુલમ્હોર થઈ ગયો થોર
કદી એક વાર આવી જો તું
મોસમનો પહેલો વરસાદ...
અંદરની આગ હજી ઓલવાતી સ્ટેજે ના
બોલ હવે ક્યાં લગ સળગવું છતાં ભૂલી શક્યો ન કશું હું
વાદળાં ઘેરાય અને વીજળી જ્યાં ચમકે ત્યાં યાદ આવે તારું વળગવું
કોશિશ તો મેં પણ કરી જોઈ કંઈ
મોસમનો હેલો વરસાદ...