Advertisement



ગાંધી બાપુ | a Small Poetry of Mahatma Gandhi

 #ગાંધી.

બાપુ તારૂ જીવન જ ઉપદેશ
છતાં જગતમાં અસત્ય ઘુંટતુ
ગાંધી તું આંધી તોફાન ના
ફકત સત્ય – અહિંસા કેરી વાતુ
સ્વચ્છતા – સદાચાર દ્રસ્ટિ તારી
સ્વાલંબન – નિર્ભયતા હાથ-પગ
અત્યાચારે તારું નામ આજ કેમ ગવાતું
સાદગી તારી ઓળખ બાપુ
આ જ ફેશને કરે વાતું
ઉપવાસ તારા જીવન ઉજાસ
આજ નિંભર સત્તાને ન આવે લાજુ
બાપુ તુ જન્મ જાત અમિર
જગતે તારી અમિરી ન જાણી
તારી સાદગી – મજબુરી ગણી
મજબુરીનું નામ “મહાત્મા ગાંધી” આણ્યું
ગાંધી તુ જગત ઉજાસ,
ખમિર અહિંસાનું
હિંસા માં ઘવાણું.
ન જાણ્યું જગતે
તારા પછી બાપુ
શું પામ્યુ કે ગુમાવ્યું ?