શ્યામ જેવી મૂંઝવણનું ગીત
મીરાંને મન હોય ભક્તિ આ શ્યામ
અને રાધાને મન હોય સ્નેહ
રાધાની ચૂંદડીએ લહેરાતો જાઉં
કે પછી થઈ જઉં હું મીરાંનું પદ
શ્યામ આજ એવા મુકામે જઈ ઊભો
જ્યાં સરખી છે બેઉ સરહદ ને રાધાને મળવું સદેહ મીરાંને મન હોય ભક્તિ આ શ્યામ...
મીરાંને મનથી એ મળતો રહે છે
મીરાંએ દુનિયાને ઠોકર મારીને
તને મળવાની લીધી છે બાધા ભૂલીને સાનભાન યમુનાને કાંઠે હજી ફરતી દેખાય ક્યાંક રાધા
શું રાધા શું મીરાં જ્યાં ભીંજવતો બેઉને સરખો આ મોરલિયો મેહ મીરાંને મન હોય ભક્તિ આ શ્યામ...