Advertisement



શું ફરક પડે... | Shu Farak Pade... | shushk pirojpuri (palanpur)


 શું ફરક પડે...


મોર ટહૂકે કે મનનો મોર લહકે શું ફરક પડે.
ખૂદ ધબકે કે પરાયું પડ ધડકે શું ફરક પડે.

કોઈનો હોય પડછાયો ને આપણો છાંયડો
એ અજવાળે ઉજાસી ઝબકે શું ફરક પડે.

બોલતા હોય મીઠું ભીતરે ઝેર હોય ભરેલું,
એમની જીભને સબરસ ટપકે શું ફરક પડે.

બાર બધું બોખલુંને અંદર ખોખલે ખોખલું,
માણસ ક્યારે જીભ ને રણકે શું ફરક પડે.

વાણીને પાણી માપીને પીધા કરો હે "શુષ્ક",
ક્યારે કોઈ ખભો પકડી લટકે શું ફરક પડે.

- "શુષ્ક" પિરોજપુરી (પાલનપુર)