Advertisement



પ્રેતપ્રણયાનુભૂતિ | Pretpranyanubhuti | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

પ્રેતપ્રણયાનુભૂતિ | Pretpranyanubhuti | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


પ્રેતપ્રણયાનુભૂતિ

તું ગઝલમાં શે'ર થઈ છે ગીતમાં તું બેત થઈ 
જીવતેજીવત નહીં પણ તું મળે છે પ્રેત થઈ 
ઝાંઝવાનું રૂપ લઈને પ્રેમ ખળભળતો રહે 
મૃગ થઈ દોડ્યા કરું છું વિસ્તરે તું રેત થઈ

તું મને દિવસે મળે ને તોય દેખાતી નથી 
પાસ આવીને છળે ને તોય દેખાતી નથી 
રક્તના ડાઘા મળે જયાં દેશ્ય તારું હોય છે 
હવામાં ઓગળે ને તોય દેખાતી નથી

સાથ દેવાનું વચન તું શા સબબ ભૂલી ગઈ 
નીકળી આવી મને તું એકલો મૂકી ગઈ 
અંતવેળાની સ્મરાઈ તારી લાચારી પ્રિયે 
ત્યાં જ આંખો આંસુઓના ભારથી ઝૂકી ગઈ

પ્રીતની ડાળી ઉપર ક્યારેય ના ઝૂલી શકું 
એ હવે ક્યાં શક્ય છે કે હું તને ભૂલી શકું 
તું હતું મારું દરદ સમજી જતે આરામથી 
હવેથી કોઈની સામે નહીં ખૂલી શકું

તું મને સમજાવ ને કે એકલો હું શું કરું 
એક વેળા તું મરી પણ હું અહીં રોજે મરું 
હાસ્યની છોળો કદી મારા ચહેરા પર હતી 
આજની વાતો જુદી ‘બેદિલ’ થઈ સઘળે ફરું


પ્રેતપ્રણયાનુભૂતિ | Pretpranyanubhuti | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"