પોતીકી પીડાનું ગીત
ગળે ભરાયો ડૂમો
કેમ કરીને મારે કરવો આંસુનો તરજુમો
હૈયે છે પણ હોઠ સુધી ના આવે એક વાત મૂંગાં મૂંગાં રહીને મારે સહેવાના આઘાત મારા વિના કોણ સાંભળે મારી ચીસો-બૂમો ગળે ભરાયો ડૂમો
આંખોમાં મેં સંઘરી રાખ્યાં કંઈ કેટલાં આંસુ મારી જીવનગાથા કેવળ આજીવન ચોમાસું ખારાં વખ આ અશ્રુબિંદુ ક્યાં લગ કાયમ ચૂમો ગળે ભરાયો ડૂમો