Advertisement



પ્લાસ્ટિકનું ગીત | Plastic nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda Bedil

Plastic nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"


પ્લાસ્ટિકનું ગીત

પ્લાસ્ટિકની દુનિયામાં પ્લાસ્ટિકના સંબંધો પ્લાસ્ટિકનાં આંસુઓ વેરે 
સહુ પ્લાસ્ટિકનું સ્માઇલ હવે પહેરે

પ્લાસ્ટિકમાં જીવવાનું પ્લાસ્ટિકમાં મરવાનું પ્લાસ્ટિકમાં લખવાની વાતો 
પ્લાસ્ટિકની સોબતમાં હસવાનું-રમવાનું પ્લાસ્ટિકમાં સહેવા આઘાતો 
પ્લાસ્ટિકનાં બારસાખે પ્લાસ્ટિકના ઈશ્વરને પ્લાસ્ટિકનું શ્રીફળ વધેરે 
સહુ પ્લાસ્ટિકનું સ્માઇલ હવે પહેરે

પ્લાસ્ટિકની ડાળ ઉપર પ્લાસ્ટિકના પંખીએ પ્લાસ્ટિકનો બાંધ્યો છે માળો 
પ્લાસ્ટિકમાં ટહુકાઓ પૈક કરી રાખ્યા છે પ્લાસ્ટિકમાં પૂર્યો કંટાળો 
પ્લાસ્ટિકમાં કોણ કોની રાખે ખબર સહુએ પ્લાસ્ટિક વીંટાળ્યું છે ચ્હેરે 
સહુ પ્લાસ્ટિકનું સ્માઇલ હવે પહેરે


Plastic nu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"