પાંજરું
સામાન્ય રીતે આપણને બધા ને "પાંજરું" ખૂબ જ ગમેં છે.આ વાત ને આપણે એક વાર્તા દ્વારા સમજવાનો પ્રયાસ કરીયે.
એક વ્યક્તિ પોપટને પાંજરામાં પુરે છે અને એ પોપટની ખૂબ જ સાર-સંભાળ રાખે છે. રોજ પોપટને સમયસર ખાવાનું મળી જાય છે. અને પોપટને પણ મજા આવે છે. કારણકે તેને ક્યાંય બહાર ખાવાનું શોધવા જવું નથી પડતું.
પરંતુ પોપટને એક તકલીફ ખૂબ જ સતાવે છે. તેને ઉડવાનો મોકો નથી મળતો. એ ઉડવા માટે જેવી પાંખ ખોલે છે કે તરત જ તેની પાંખો પાંજરાની જાળીઓ સાથે ભટકાય છે અને તેને તકલીફ થાય છે. માટે તે શાંતિ થઈ પાંજરામાં પુરાય રહેવા માંગે છે. તેને ઘણી વાર તક મળે છે કે તે પાંજરું છોડીને ઉડી જાય પરંતુ તે ઉડતો નથી કારણકે શાંતિથી ખાવાનું મળી જતું હોય તો બહાર શા માટે જવું? આવું વિચારીને તે પાંજરામાં જ પુરાય રહેવાનું પસંદ કરે છે.
આમ પોપટને 10 વર્ષ સુધી પાંજરામાં રાખ્યા બાદ તેનો મલિક તેને પાંજરા માંથી છૂટો કરી દે છે.
પરંતુ 10 વર્ષ પાંજરામાં પુરાય રહેવાના કારણે તેનામાં આળસ આવી ગઈ હતી. અને તે ઉડવાનું સાવ ભૂલી ગયો હતો. જેથી તે ઉડીને ક્યાંય બીજે જઈ શકતો ન હતો. તેને હવે બીજા પર નિર્ભર રહેવું પડે તેમ જ હતું. જો કોઈ તેને ખાવાનું આપે તો જ તે ખાઈ શકે. અને ઉડવાનું ભુલાય ગયા ના કારણે હવે એ વધુ મુશ્કેલીમાં પડી ગયો હતો.
કારણ કે ઉડવાનું ન આવડતા તેને હવે બીજા પ્રાણીઓનો ભય વધારે થઈ ગયો હતો. ગમે ત્યારે ગમે તે આવીને તેને મારી નાખે એનો ભય હંમેશા માટે થઈ ગયો. જ્યારે તે પાંજરા માં હતો ત્યારે તો તેનો માલિક તેનું ધ્યાન રાખતો પરંતુ હવે પાંજરું નીકળી ગયું હોવાથી બિલાડી કે કોઈ અન્ય પશુ-પક્ષી ક્યારે આવીને તેને મારી નાખે તેનું કંઈ નક્કી નઈ.
આપણું પણ આ પોપટ જેવું જ છે. આપણે જોબ કરીયે એટલે ખૂબ જ સુરક્ષિત મહેસુસ કરીયે. સમયસર પગાર મળી રહે. સવારે જવાનું અને સાંજે સમય થાય એટલે ઘરે જતું રહેવાનું. ધંધો બંધ કરવાનું કોઈ ટેંશન નહીં,હિસાબ કરવાની કોઈ માથાકૂટ નહીં, માલ-સમાન ની વધ ઘટ થઈ હોય તો એ કઈ લાવવા લઈ જવાનું ટેંશન નહીં.
પરંતુ આ બધુ ટેંશન ન હોય જ્યાં સુધી આપણે પાંજરામાં પુરાયેલા છીએ માત્ર ત્યાં સુધી જ. પછી જ્યારે ઉંમર થતા જ્યારે પાંજરું હટી જશે ત્યારે એવું લાગશે કે આ પાંજરામાં પુરાયેલા ન હોત તો સારું હતું. કારણકે ત્યારે કોઈ નવો વિચાર પણ નહીં આવે અને આવશે તો કામ કરવા માટે શરીર પણ સાથ નહીં આપે.
માટે સમય રહેતા જો પાંજરું છોડી દઈશું તો આપણામાં આકાશમાં ઉચ્ચે સુધી ઉડવાની ક્ષમતા રહેલી છે. એ વાત આપણે જાણી પણ જઈશું અને તેની મજા પણ લઈ શકીશું.
નિકુંજ કુકડીયા ( સમર્પણ )