મીરાંમયદર્દનું ગીત
શ્યામ તારે આવું તે કરવાનું હોય મેવાડી રાજે તારો પડછાયો ઊતરે
ને મીરાં પછી રાતદિવસ રોઈ
મીરાંના માનસમાં માળો બનાવી
તારે ગોઠવવાં સ્મરણો પર સ્મરણો
મીરાંનો હાલ પછી જોયો છે શ્યામ
જાણે પાનખરનાં ફરફરતાં પર્ણો
રેતીમાં પગલાંની છાપ શોધે જડતી ના
મીરાં તને શોધે છે તોય
શ્યામ તારે આવું તે કરવાનું હોય
વાંસળીના સૂરોમાં રાધા સમાવી તારે
મીરાંના એ કતારે જાવું
તારામાં ઓળઘોળ થઈ ગઈ મીરાંને
કહે ક્યાંથી સમજાય શ્યામ આવું
રાધાને ચાહનારો શ્યામ કેમ ચાહે તને
મીરાંને સમજાવો કોઈ
શ્યામ તારે આવું તે કરવાનું હોય