મીરાંની કંકોતરી
પહેલાં તો દરિયા પર દરિયા મળ્યા છે
મને સ્વપ્નોની નગરીને ખોતરી
પછી વ્હાલમને લખાઈ કંકોતરી
મારી કંકોતરીમાં મારું છે નામ
નથી ક્યાંય મારા વ્હાલમનું નામ થરથરતા હાથોને એમ મેં મનાવ્યા
કે મીરાંને નહિ મળે શ્યામ નામોથી નામ છૂટા પડવાની ઘટનાએ
મેવાડી વેદનાઓ નોતરી પછી વ્હાલમને લખાઈ કંકોતરી
ગોકુળિયા ગામ વચ્ચે વૃંદાવન ધામ
તારું સરનામું કેવળ છે યાદ પરણી છું ભૂલી મરજાદ
મનના માંડવડે હું પાનેતર પહેરીને
તારી છબીને શ્યામ ભૂંસવાની કેમ
કહે મનનાં મંદિરિયામાં કોતરી
પછી વ્હાલમને લખાઈ કંકોતરી