Maranni Vastviktanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil" |
મરણની વાસ્તવિકતાનું ગીત
જે જાયું તે જાય
કોઈ વહેલું કોઈ મોડું જાય એટલે જાય
શ્વાસ-જણસ ક્યાં સહુની પાસે એકસરખી હોતી
સહુને એની જાણ છતાંયે આંખો રહેતી રોતી
આંસુ જેનું નામ આંખથી અળગું કદી તે થાય
જે જાયું તે જાય
વાત સરળ પણ ક્યાં સમજે છે આ દુનિયાના જીવો
ઝળહળતો ક્યાં લગ રહેવાનો પ્રગટાવેલો દીવો
અજવાળાનો અંત અંધારું અંધારું યે થાય
જે જાયું તે જાય
Maranni Vastviktanu Geet | Gujarati Gazal Lyrics | Tu Kahu Ke Tame By Ashok Chavda "Bedil"